હોરર એક્સપ્રેસ - 25

(11)
  • 2.7k
  • 3
  • 1.2k

વિજય ધીમા પગલે આગળ વધે છે અને તે જાણવા માગે છે કે આ અવાવરું જગ્યા નું કરવાનું શું છે. તે જોવા માંગતો હતો કે કોણ હતું અને જે તેને બોલાવી રહ્યું છે.તેના શરીરમાં વીજળીની જેમ વિદ્યુતની ઉર્મિઓ દોડી રહી હતી શરીરમાં જેટલી ઊર્જા હતી એટલી ભેગી કરીને તે જવા લાગ્યો કોઈની તાકાત ની જરૂર ન હતી. કોઈ હથિયાર વગર અલગ દુનિયામાં પ્રવેશ્યો.આવ આવ ......"સીસકારા ભરતા તો અવાજ વિજયના કાને અથડાય છે." અને વિજયના હદયમાં ફાળ પડી. તે ચોક્કસ ઘરમાંથી આવેલો અવાજ હતો વિજય ને હવે ખાતરી થઇ કે કેતન ની વાતો સાચી હતી તે મન કાઠું કરી ને ચાલવા લાગ્યો