ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 12

  • 4.2k
  • 1.5k

વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવેલ ટીમ બધા વર્ગોમાં વારાફરતી જાહેરાત કરી રહી હતી. નવમાં ધોરણના વર્ગમાં આ ટીમ આવી. “ગૂડ મોર્નિંગ સર.” “ગૂડ મોર્નિંગ સ્ટુડન્ટસ.” “વિદ્યાર્થી મિત્રો, અમે વિજ્ઞાન વિકાસ ભવનમાંથી આવ્યા છીએ, વિજ્ઞાનના વિકાસ માટે અમારી સંસ્થા છેલ્લાં ત્રણ વર્ષથી કાર્યરત છે. આપનામાંથી ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય પ્રિય હશે. ઘણા લોકોને વિજ્ઞાન વિષય અઘરો લાગતો હોય છે, પણ આ અઘરા લાગતા વિષયને રસપ્રદ કેવી રીતે બનાવી શકાય એ અંગે માર્ગદર્શન આપવું અમારુ કાર્ય છે. કદાચ તમને પણ વિજ્ઞાન વિષય બોરિંગ લાગતો હશે. વિજ્ઞાનના અનેક પ્રયોગો દ્વારા આ વિષયને રસપ્રદ બનાવી શકાય છે. આગળની માહિતી તમને વીરેન સર