રેઈની રોમાન્સ - 12

(17)
  • 2.6k
  • 890

પ્રકરણ 12 ઇશ્વરીયા પાર્કમાં નવા વિકસેલી 'ફ્લાવર ગાર્ડન વેલી' ની સુંદરતા અદ્ભુત હતી. આજની આ ખુશનુમાં સાંજે ફૂલોની વોકસ્ટ્રીટમાં ચાલવાનો અાનંદ જ અનેરો હતો. મારી જોડે ચાલનાર એ નસીબદારની આવવાની ઘડીઓ ગણાઇ રહી હતી. આકાશમાં ઘનઘોર વાદળોને જોતાં હમણાં વરસાદ તુટી પડશે એવું લાગતું હતું. નવરા બેઠા મને વિચારોની ભુલભુલામણીમાં ખોવાઇ જવાની બહુ મજા પડતી. ઇશ્વરે સ્ત્રીને પણ કેવી કમાલની સર્જી છે. લગ્ન પછી એક જ ઝટકે બધું છોડી પોતાનું સમગ્ર અસ્તિત્વ બીજામાં ઓગાળી દેવાનું. પોતાની ઇચ્છાઓ મનના કોઈ ખૂણામાં ધરબી દઈ પતિના ઘરના નિયમો મુજબ પોતાની જાતને