વન્સ અગેઇન - 3 - છેલ્લો ભાગ

  • 2.4k
  • 884

ભાગ : 3હરિબાપુનો આશ્રમ એટલે ત્યાં કોઈ સત્સંગ કે ભજન-કીર્તનનું કોઈ ભક્તિમય વાતાવરણના બદલે… ત્યાં તો ચાલતો હતો માનવસેવાનો એકધારો યજ્ઞ… આશ્રમમાં મોટી હૉસ્પિટલ, ગૌશાળા, આયુર્વેદની દવાઓ બનાવવાનું, મફત છાશ કેન્દ્ર અને એક નાનું ગુરુકુળ હતું. હરિબાપુને ધ્રુવના ગામ સાથે ખાસ લેણું હતું અને ધ્રુવના ગામના લોકોને હરિબાપુ પર અખૂટ શ્રદ્ધા હતી. એટલે ધ્રુવ હૉસ્પિટલમાં પંડ્યા સાહેબના મદદનીશ તરીકે નોકરી આપી હતી… અને આશ્રમમાં એક રૂમ આપ્યો રહેવા માટે… તે છતાં હૉસ્પિટલના કામ સિવાય આશ્રમનાં અન્ય કામ હસતા મુખે કરી આપતો હતો, પરિણામે હરિબાપુની બહુ નજીકની વ્યક્તિ બની ગયો હતો. આમને આમ આશ્રમમાં ધ્રુવના ચાર વર્ષ ક્યાં વીતી ગયાં એની