(પ્રકરણ આંઠ)પેલા એઘોરી તાંત્રિકે જે વાત કહી તે સાંભળીને મંદારને પરસેવો છુટી ગયો તો સમીરની હાલત પણ કફોડી થઈ ગઈ હતી.સમીરે પોતે દિગ્દર્શિત કરેલ કેટલીએ ફિલ્મોમા આવા તાંત્રિકો દ્વારા આવી ચિત્ર વિચિત્ર વિધિઓ કરતા દર્શાવ્યા હતા પણ પોતાના રિઅલ લાઇફમા આવા તાંત્રિક સાથે તેનો પ્રથમવાર પનારો પડ્યો હતો. તે સારી રીતે જાણતો હતો કે એવા તાંત્રિકો માત્ર ને માત્ર પૈસા પડાવા ખાતર આવા ઢોંગ આદરતા હોય છે. પેહલા તો તે તાંત્રિકની વાત સાંભળીને અંદરથી ઘબરાય ગયો હતો પણ બીજી જ પળે તેણે પોતાના ઘબરાટ પર કાબુ મેળવી લીધો.