ક્લિનચીટ - 16

(24)
  • 3.4k
  • 5
  • 1.6k

પ્રકરણ – સોળમું/૧૬અધિક માત્રામાં બ્લડ વહી રહ્યું હતું મલ્ટી ઓર્ગન્સની ઇન્જરી હોવા છતાં પારાવાર પીડાથી પીડાતી પરિસ્થિતિમાં પણ અદિતી એ ડોક્ટરને ઈશારો કરીને કહેવાની કોશિષ કરી કે મને લખવા માટે કાગળ અને પેન આપો. ફટાફટ કાગળ પેન આપ્યા એટલે દરદથી કણસતી અદિતી એ મુશ્કિલથી કાગળ પર ફક્ત એક શબ્દ લખતાંની સાથે જ તેના હાથમાંથી પેન સરકી અને અદિતી બેહોશીમાં.અદિતી એ લખેલો એક શબ્દ હતો, “આલોક” પ્રાઈમરી ઓબ્જર્વેશન કરતાં ડોકટરના ધ્યાનમાં આવ્યું કે ડાબા પગ અને જમણા હાથમાં ફ્રેકચર છે અને કરોડરજ્જુની સાથે સાથે માથાના ભાગમાં પણ નાની મોટી ઘણી ઈજાઓ દેખાઈ રહી છે. સતત બ્લડ અને ઓક્સીજનના સપ્લાયની વચ્ચે ૪ એક્સપર્ટ