પ્રકરણ-૬ રાત માથે ચડી હતી, અર્ધી રાતે બહારથી તમરાંનો તમ.. તમ.. અવાજ આવતો હતો..ને આંખ સામે મનીષાની છબી ફરતી હતી. જયેશ તો પોતાના મુલાયમને અંગો સ્પર્શતા સુઈ ગયા હતા. પણ સરિતાની આંખ લાગી નહોતી. સરિતાની આંગળીઓ જયેશના વાળમાં ધીમી ફરતી હતી. ફુરસદની વેળાએ પોતાની પ્રેમ કહાની ડાયરીમાં લખેલી હતી. તેમાંથી લેખલું પ્રકરણ તાજું થયું, પહેલી વાર આ ઘરમાં આંખમાં આંસુ પડ્યા હતા.. * * * * અભય મારી સાથે સૂતો છતાં મને એમ જ લાગતું હતું કે કોઈ મારી સાથે બળાત્કાર કરી રહ્યું છે. કદાચ એટલે જ અમારે કોઈ બાળક થયું નહોતું કેમકે સંભોગમાં મારી મરજી જ નહોતી.