હમણાં એક મિત્ર પાસેથી એક ઘટના સાંભળવા મળી- ફોન પર વાત ચાલતી હતી ત્યારે એમણે મને કહ્યું- અરે વંદન, શું વાત કરું યાર! કોરોનાથી બચવા માટે એક આયુર્વેદિક સંસ્થાએ એક જાતનો ઉકાળો બનાવ્યો છે, જેને આયુષ મંત્રાલયે પ્રમાણિત કર્યો છે. સંસ્થા રાજસ્થાનની છે. એ લોકોએ ગુજરાતમાં મોટો જથ્થો મોકલાવ્યો. અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતાં અમુક નિષ્ઠાવાન યુવાનોએ એનું વિતરણ કરવાની જવાબદારી લીધી. એમને આશા હતી કે 'આ આફતના સમયમાંથી આખું અમદાવાદ પસાર થઈ રહ્યું હોય, ત્યારે આ ઔષધી આપણી દુકાન દ્વારા લોકો સુધી પહોંચે એ તો આપણું સૌભાગ્ય કહેવાય' એમ વિચારીને દુકાનદારો ખુશીથી અમુક જથ્થો ખરીદી લેશે અને પુણ્યનું કામ કરવાના