રાઘવ એક IT કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરતો હતો. આજે તેની ફોરેન ક્લાયન્ટ સાથે અગત્યની મિટિંગ હતી, જેમાં પોતાના નવા પ્રોજેક્ટનું પ્રપોઝલ આપવાનું હતું. પ્રેઝન્ટેશન આપતી વખતે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ્સ આવતા ક્લાયન્ટ મિટિંગ અધવચ્ચેથી છોડીને ચાલ્યા જાય છે. સોફ્ટવેરમાં રહેલી કવેરી બાબતે રાઘવને બોસ પોતાની કેબિનમાં બોલાવીને ખખડાવી નાખે છે.રાઘવનો મૂડ પહેલેથી જ અપસેટ હોય છે, ત્યારે તેની પત્ની દિવ્યાંકાનો કોલ આવે છે..."આજે ડિનરમાં તારા માટે શું બનાવું?""તને અક્કલ છે, આટલી નાની વાત માટે કેમ કોલ કરે છે અત્યારે... તારે જે બનાવવું હોય, તે બનાવ પણ મહેરબાની કરીને અત્યારે ફોન મુક"રાઘવ આટલું કહીને કોલ કટ કરે છે.સાંજે આઠ વાગ્યે