નૈત્રી,ઝૂલતી ડાળનું એક મોતી....નાજુક, નમણી ચંપાની વેલી જોઈ લો. આંખો તો જાણે સમયને બાંધી રાખવા સૂરજના અંગોમાંથી બનાવેલ હીરા. ચાલ તો એવી સ્ફૂર્તિલી કે સાથે ચાલનાર ગમે એવી નિકટની વ્યક્તિને પણ ઈર્ષા આવી જાય, કે વાહ શુ જોમ છે.નૈત્રી, એક એવું નામ જેને થોડા સમય મા જ પોતાની આસપાસના વાતાવરણ ને આંદોલિત કરી દીધું હતું. કાઈ પણ કામ હોય તો કહેવાતું નૈત્રી ને પૂછો. ને અતિશયોક્તિ પણ ન હતી નૈત્રી વખાણ ને લાયક જ હતી.પરિચય આપવો પડે એવી જરૂર જ ન રહેતી, કોઈ પૂછે કે કયા છે નૈત્રી, એટલે જવાબ મળે નિર્દોષ બાલિશતાથી ક્યાંક બાળકો વચ્ચે રમતી હશે.એક સંસ્થામા નૈત્રી