વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૪

  • 4.3k
  • 1.7k

સ્વયંભુ પર્યાવરણ પાર્કની મુલાકાતે~~~~~~~~~~~~~~~~~~~~ ગુહ્યેશ્વરીદેવીના મંદિરથી અમે પહોંચ્યા સ્વયંભુ પર્યાવરણ પાર્કમાં. તદ્દન અલગ ધર્મ અને તદ્દન અલગ સંસ્કૃતિની ઓળખમાં ભગવાન પશુપતિનાથથી ભગવાન બુદ્ધ તરફ હિન્દુધર્મ અને બૌદ્ધધર્મ બે અલગ ધર્મ બંનેય ધર્મના નિયમો અલગ બંનેય ધર્મોની લિખિત - અલિખિત નીતિરીતિઓ અને માન્યતાઓ અલગ પણ આશ્ચર્યજનકરીતે બંનેય ધર્મનો મુખ્ય ઉપદેશ શાંતિ અને ભાઈચારાની વિચારધારાને વરેલા જે લગભગ એક જ ! પહેલા પહોંચ્યા સ્વયંભુનાથ પર્યાવરણ પાર્ક પર સોનેરી ધાતુએ મઢી ત્રિમૂર્તિ જેમાં વચ્ચોવચ્ચ ભગવાન બુદ્ધની પદ્માસનમાં બેઠેલી મુદ્રાની ભવ્ય મૂર્તિ જેની ઊંચાઈ લગભગ ૬૦ ફૂટ જેટલી હશે પણ આ પાર્ક લગભગ ૪૦ ફૂટ ઊંચી ટેકરી પર હશે એટલે જમીનથી લગભગ ૧૦૦ ફૂટ