અંગારપથ. પ્રકરણ-૫૯. પ્રવીણ પીઠડીયા. દુર્જન રાયસંગા ધુંઆફૂંઆ થતો ક્યારનો યોટની સાંકડી જગ્યામાં આમથીતેમ આંટા મારી રહ્યો હતો. તે ભારત છોડીને જઈ રહ્યો હતો અને તની એ યોજનામાં એકાએક જ ફાચર લાગી હતી. તેનો કેટલોક સામાન આવવાનો હતો જે હજું સુધી આવ્યો નહોતો એટલે તેનો ગુસ્સો ક્ષણ-પ્રતીક્ષણ વધી રહ્યો હતો. પાછલાં બાર કલાકથી તે જેટ્ટી ઉપર ફસાયો હતો. બપોરનાં સમયે સુશીલ દેસાઈની ’યોટ’માં તે નિકળી જવા માંગતો હતો જેથી અડધી રાત થતા ભારતની જળસિમાની બહાર તે પહોંચી શકે. આમ તો ડગ્લાસ ગાયબ થયો ત્યારે જ તે થડકી ઉઠયો હતો અને તેણે બધું સંકેલવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ એવું