આજનો અસુર - 6

  • 3.2k
  • 3
  • 1.3k

ભાગ-5 માં આપણે જોયું કે ઘીમેશ્વરની ઊંઘ ઉડતા જુએ છે તો અવિનાશ તેને ત્યાં દેખાતો નથી અને ઘરનો દરવાજો ખુલ્લો હોય છે અને ઘરના બધા જ લોકો જાગી જાય છે.... હવે આગળ તેઓ અવિનાશને શોધવા નીકળે છે. આજુબાજુ તપાસ કરતા અવિનાશ તેઓને મળતો નથી, ત્યાંથી ઘીમેશ્વર,મહેશ્વર અને રેવતી ત્રણે થોડા દૂર તેને શોધવા નીકળે છે. તેઓ અલગ-અલગ દિશાઓમાં તેને શોધવા નીકળી પડે છે. ઘીમેશ્વર રોડ તરફ જાય છે, મહેશ્વર નદી તરફ જાય છે અને રેવતી તેને ગલીઓમાં શોધે છે. ઘીમેશ્વર રોડ તરફ જતા જોવે છે તો તેને બે સાધુઓ રોડ પર જોવા મળે છે અને તેની