શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૬

(19)
  • 3.4k
  • 2
  • 1.4k

‘તને શું લાગે છે? નીરજને શ્વેતાએ જ માર્યો હશે...’, પરેશે સમચાર પૂરા વાંચી ઇશાનને પૂછ્યું. નીરજની હત્યાના સમાચાર વાંચી ઇશાન અવાક બની ગયેલો. થોડી મિનિટો માટે ચૂપકી સાધી. ધ્રુજતા હાથે તેણે ચાનો કપ ઉપાડ્યો. એક ચૂસકી લીધી. ‘પરેશભાઇ! મેં ત્રણ વર્ષ શ્વેતા સાથે ગાળ્યા છે. પરંતુ કોઇ દિવસ મને આભાસ પણ નથી થયો કે તે આટલી હદ સુધી જઇ શકે, અને તે પણ ફક્ત એક શોધ કરવા અર્થે…’, ઇશાને પરેશ સામે જોયું. ‘તેવું નથી. તેની શોધ એક ઘડિયાળ નહોતિ. નહોતિ અહીં સુધી પહોંચવાની. તેની શોધ છે ઇતિહાસમાં અમર બની જવાની. નામ નોંધાવા માટેની…’,