સુંદરી - પ્રકરણ ૨

(133)
  • 8.8k
  • 8
  • 6.6k

બે ત્યાં જ બસ આવી અને બસ સ્ટેન્ડથી જરા દૂર ઉભી રહી એટલે વરુણ, કૃણાલ અને પેલી છોકરી ત્રણેયને થોડુંક દોડવું પડ્યું. સ્પોર્ટ્સમેન હોવાને લીધે વરુણ ઝડપથી દોડીને સહુથી પહેલો દરવાજા પાસે પહોંચી ગયો પરંતુ તે બસમાં ચડ્યો નહીં. જેવી પેલી છોકરી નજીક આવી એટલે તેના તરફ ઝૂકીને તેણે એને બસમાં પહેલા પ્રવેશ કરવાનો ઈશારો કર્યો. પેલી છોકરી હસી પડી અને કૃણાલે પોતાનું માથું પહેલા ડાબે-જમણે હલાવ્યું અને પછી કૂટ્યું! “ચલો, ચલો હવે ટાયલા પછી કરજો.” આ બધું જોઈ રહેલા કંડક્ટરે કહ્યું. પેલી છોકરીની પાછળ પાછળ વરુણ અને તેની પાછળ કૃણાલ ચડ્યો અને વરુણે કંડક્ટર સામે તીખી નજરે જોઇને