અરમાન ના અરમાન - 10

  • 3.4k
  • 1.2k

“ભૂ ને કોલ કરું છું.” અરુણે પોતાના હાથમાં મોબાઈલ લેતા કહ્યું. ભૂ પણ એશની પાછળ પડ્યો હતો તો અરુણે વિચાર્યું કે એને ખબર હોઈ અને દાવ એકદમ સીધો પડ્યો. એ ટોપા ભૂને એ ખબર હતી કે એશ ક્યાં એડમીટ છે “કામ થઇ ગયું.” અરુણે કોલને ડીસકનેક્ટ કરતા કહ્યું. “ક્યાં છે એ અને કઈ હાલતમાં છે?” મેં ચિંતાતુર થતા એકી શ્વાસે બોલી ગયો.“એપોલોમાં..” અરુણે કહ્યું.“ચાલ જલ્દીથી ત્યાં જઈએ” કહેતા કઈ પણ વિચારા વગર હું ઉભો થઇ ગયો. ત્યારે જ સાફસફાઈમાં લાગેલા નવીને ડપકું પૂર્યું.“ઓ હેલો ક્યાં?”“એપોલો..” મેં ફટાફટ કહ્યું.“બેટા અત્યારે જવું હોઈ તો ઓટો પકડીને જાઓ મારે ત્રણ વાગ્યે ભાઈને લેવા માટે રેલ્વેસ્ટેશન