પ્રકરણ ૧૨ શ્રુતિનાં મોબાઈલમાં ફોન આવ્યો. શ્રુતિની હોસ્પિટલથી ફોન હતો. ‘મેડમ આજે જરા થોડા વહેલા આવી જજો. અપોઈન્ટમેન્ટ વધુ છે.’ ‘હા, મહેન્દ્રભાઈ આવું છું’ (મહેન્દ્રભાઈ એ શ્રુતિની જે હોસ્પીટલમાં જોબ કરતી હતી તે હોસ્પીટલમાં કામ કરતા હતા અને શ્રુતિના અપોઈન્ટમેન્ટ શેડ્યુલ કરતા હતા.) ‘ક્રિષ મારે જવું પડશે. આજે હોસ્પીટલમાં અપોઈન્ટમેન્ટ વધુ છે એટલા માટે.’ ‘તારું શું શેડ્યુલ છે ? ‘ ‘મારે પણ 12 વાગ્યાનું શૂટ છે.’ ‘કવિથની ડાયરી વાંચવા માટે આપણે સાંજે મળીએ તો કેવું રહે.? શ્રુતિએ ક્રિષાને કહ્યું. ‘પાક્કું.’ સાંજે પેલા વાઈડ એન્ગલ મોલ સાઈડ મળીએ. ત્યાં સી.સી.ડી છે ને તો શું ‘બેસીને આરામથી ડાયરી વાંચીશું.’ ‘ઓકેય. ડન