ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 11

  • 3.5k
  • 1.6k

ભૂમી મેડમની તબિયત બરોબર નહતી, ઘરે પહોંચીને એક ફોટાને હાથમાં લઈને પોતાની આંખોમાંથી ગંગા જમના વહેવડાવ્યા. આ દ્રશ્ય જોતાં જ એવું લાગી રહ્યું છે કે ભૂમી મેડમ કોઈની યાદમાં તડપી રહ્યા છે. આ ફોટો કોનો હશે? ભૂમી મેડમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, અનેક પરીક્ષાઓ તે આપી ચુક્યા હતા અને ઘણી પરીક્ષા આપી રહ્યા હતા. એમના જીવનના મારગમાં ખુબ જ વધારે કાંટાઓ હતા. સ્કૂલના બીજા દિવસે પણ તેઓ નહોતાં આવ્યા. સ્ટાફ રૂમમાં પણ એક જુદું જ વાતાવરણ છવાઈ ગયું હતું. ભૂમી મેડમની તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. એમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું કે એમને સખત તાવ