રાઈટ એંગલ પ્રકરણ–૩૯ બન્ને કૌશલને અનુસર્યા. વિશાળ ડ્રોઇંગરુમ રિક્લાઈનર સોફાથી શોભતો હતો. આકર્ષક લાઇટિંગ, દિવાલ પર કલાત્મક પેન્ટિંગસ અને શ્રીમંત ઘરમાં હોય તેવી ઊડીને આંખે વળગે તેવી નયનરમ્ય સજાવટ. નાણાવટી હાઉસમાં આવવાનો ધ્યેય માટે આ પહેલો પ્રસંગ હતો. કશિશને જોઇને અતુલભાઇ સોફા પરથી ઊભા થયા અને બોલ્યા, ‘વેલકમ ટુ હોમ બેટા!‘ કશિશે એના જવાબમાં માત્ર સ્માઇલ કર્યું. એણે હજુ ય ધ્યેયનો હાથ પકડી રાખ્યો હતો, એની અતુલભાઇની ચકોર નજરે નોંધ લીધી. ‘મેં આમને ન ઓળખ્યા!‘ એમણે ધ્યેય સામે જોઇને પૂછયું, આજ પહેલાં એવા સંજોગ કદી બન્યાં ન હતા કે કશિશના દોસ્તને એ મળ્યાં હોય. ‘ડેડ એ ફેમસ વકીલ ધ્યેય સૂચક