લાગણીઓનું શીતયુદ્ધ - પ્રકરણ 13

  • 2.7k
  • 986

પ્રકરણ - 13 દરેક વ્યક્તિ ટેવાયેલું હોય છે બીજાના અંગત જીવનમાં જોવા માટે, પરંતુ પોતાના જીવન તરફ તેઓને એક નજર નાખવાનો સમય પણ નથી હોતો. દિવસ બદલાયો. સમય બદલાયો પણ અનંત સિવાય બધુ જ સામાન્ય હતું. તે હંમેશા જેવો રહેતો હતો, તેવો આજે ન હતો. તેનામાં કંઈક બદલાયું હતું. કદાચ તે નવી શરૂઆતનો વિચાર હતો. પરંતુ શાની શરૂઆત? શું બાકી રહ્યું હતું ? ન તો એ સ્મિત જે હંમેશા તેના ચહેરા પર રહેતું હતું, ન તો નુપૂર, જે તેના એ સ્મિતનું કારણ એકમાત્ર કારણ હતી. દરેક વ્યક્તિના જીવનમાં એક સમય તો એવો આવે જ છે કે જેમાં દરેક વ્યકિત