લોકડાઉનનો પ્રેમ - 1

  • 2.4k
  • 1.2k

લોકડાઉનનો પ્રેમ '' આજે ખુબજ સારો પવન આવે છે ને સમીર!''સમીરે પાછળ જોયું, એ સમીરનો નાનપણનો મિત્ર અજય હતો.'' હા અજય પવન તો ખુબજ સરસ આવે છે આપણી બિલ્ડીંગની ટેરેસ પર '' હસતાં હસતાં સમીરે જવાબ આપ્યો.અને ઘણાં સમય પછી મળ્યાં હોવાને કારણે બન્ને મિત્રો એકબીજાને ગળે ભેટે છે." ક્યારે આવ્યો વડોદરાથી....?" અજય ખુશ થઈ પૂછે છે. " બે દિવસ પેહેલા...યાર.....લોકડાઉનની સંભાવનાના કારણે નીકળવા પડ્યું અને સ્કૂલમાં પણ રજાની જાહેરાત અનિશ્ચિત સમય સુધી વધારી દેવામાં આવી છે " સમીરે અજયને સ્મિત સાથે