વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૩

  • 4.5k
  • 2.2k

દાદા પશુપતિનાથના દર્શને ~~~~~~~~~~~~ એક અગત્યની વાત અહીં જણાવવી જરૂરી છે કાઠમંડુ અને પોખરા સહીત મોટાભાગના નેપાળી ટુરિસ્ટ સેન્ટરો પર મને અને તમને પોસાય તેવી મોટાભાગની સામાન્ય હોટલો "એપાર્ટમેન્ટ કમ હોટલ" છે એટલે એમાં લિફટની સગવડ નથી એટલે તમારી ઉંમર, પગની ત્રેવડ અને તમારી કાયાના વજનને ધ્યાને રાખી જે તે માળ પર રૂમની પસંદગી કરવી અન્યથા એ કસરતના કારણે ત્યાં ફરવાનું બાજુ પર રહેશે અને...... જયારે તમે વધારે થાકેલા હો ત્યારે તમને ઊંઘ નથી આવતી બસ એ નિયમે લગભગ આખીયે રાત હું જાગતો રહ્યો સવારે ૭ વાગે મારુ હોટલ બુકીંગ હતું એ હોટલ પર જઈ પહોંચ્યો