નિયાબી, કંજ અને ઝાબી તલવાર લઈ સૈનિકોના સ્વાગત માટે ઉભા હતા. ને સામેથી એક સાથે વીસેક સૈનિકો આવી એમની પર તૂટી પડ્યા. ત્રણેય જણ બરાબર બહાદુરીથી સૈનિકો સાથે લડવા લાગ્યા. સૈનિકો પણ જાય એમ નહોતા. એ પણ બાથ ભીડે એવા હતા. ક્યાંક સૈનિકો ભારે પડતા હતા. તો ક્યાંક નિયાબી. તો ક્યાંક કંજ. તો ક્યાંક ઝાબી. કંજ નિયાબી અને ઝાબીની તલવારના જોરદાર પ્રદર્શનથી ખુશ થઈ ગયો. જોકે પોતે પણ જાય એમ નહોતો. ધડાધડ સૈનિકો ઘાયલ થઈને નીચે પડવા લાગ્યા. ત્યાં એક તલવાર જોરદાર ગતિ સાથે આવીને ઝાબીના ડાબા હાથને ઘા કરી નીકળી ગઈ. જેના લીધે ઝાબી ડગી ગયો. પણ કંજે તરત જ