રેઈની રોમાન્સ - 11

(11)
  • 2.8k
  • 918

રેઈની રોમાન્સ 11 હું મોટેભાગે નિર્જીવ રહેતો. સાવ પથ્થર જેવો. પણ જ્યારે સ્ટેજ પર આવતો ત્યારે મારા અભીનય અને ડાયલોગમાં લાગણીઓ નદીના પાણીની જેમ વહેવા લાગતી. બસ એ ક્ષણો પુરતી મારા પથ્થર દિલ પર સંવેદનશીલતા કબ્જો લઇ લેતી. હું ફકત આર્ટિસ્ટ નહોતો. હાર્ટિસ્ટ હતો. ક્રિએટિવ હાર્ટિસ્ટ. મારી અદાકારી પર દુનિયા ફિદા હતી. મારા અભિનયના ઓજસથી હું સહુ કોઈ મંત્રમુગ્ધ હતાં. હું જાણે ઈશ્વરમાં એકાકાર થતો હોય તેમ પાત્રમાં ખૂંપી જતો. મારું સમગ્ર પાગલપન પાત્રોમાં નિચોવાય જતું. જે મનેને નોર્મલ રહેવામાં મદદ કરતું. ACC..... આર્ટ ક્રિએશન કેમ્પસ. રાજકોટના બીજા રીંગરોડ પર ૫૦ એકરમાં આકાર પામેલો કલાસાધકો માટેનો આધુનિક રંગમંચ. કેમ્પસમાં