કોલેજના દિવસો અને પ્રેમ - ૮

  • 3.7k
  • 2
  • 1.1k

એક દિવસ મારે બહારગામ જવાનું થયું. ત્યાં પહોંચ્યા પછી હું તેનો સંપર્ક કરતો હતો પણ તેનો કોઈ જ જવાબ આવતો નહોતો. ઘણી વાર સુધી મેં તેને SMS કર્યા. ફોન પણ કરી જોયા પણ કોઈ જ જવાબ આવતો નહોતો. હું કેમ કરીને તેનો સંપર્ક કરૂ. તેની સખીઓને પણ પુછી જોયું પણ તેઓ દ્વારા પણ કોઈ જ જાણ થતી નહોતી. મારૂં મન ઉદ્વેગ અનુભવતું હતું. છેવટે રાત્રે આશરે ૧૨ કલાકે મં તેને ફોન કર્યો, અને તેના ભાઈ દ્વારા મને જાણ થઈ કે તેના પિતા સ્વર્ગલોક સિધાવ્યા છે. તેના પર આભ તુટી પડ્યું હતું. મારૂં હૃદય પણ ધબકારો ચુકી ગયું અને મારા હાથમાંથી