સુંદરી - પ્રકરણ ૧

(159)
  • 17.9k
  • 19
  • 10.4k

‘સુંદરી’ દ્વારા મારી ઘરવાપસી નમસ્તે! માતૃભારતી એ મારા લેખનકાર્યનું ઘર છે એમ કહું તો જરાય અતિશયોક્તિ નહીં ગણાય. નવાસવા લેખકનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું ત્યારે મહેન્દ્રભાઈએ મારો હાથ પકડ્યો એટલુંજ નહીં પરંતુ ત્યારબાદ સંબંધો એટલા મજબૂત થયા કે આજે હું બેધડક થઈને માતૃભારતીને મારું બીજું ઘર ગણાવી શકું છું. શાંતનુ, સૌમિત્ર અને સુનેહા લખ્યા બાદ અને માતૃભારતી પર પ્રકાશિત થયા બાદ સમયનું ચક્ર એવું તો ફરવા લાગ્યું કે અન્ય કાર્યોમાંથી નવલકથા લખવા માટે સમય જ ન મળ્યો. એવું નથી કે મેં સમય કાઢીને લખવાનો પ્રયાસ નથી કર્યો, બે-ત્રણ પ્લોટ જે મનમાં હતા તેને ધ્યાનમાં રાખીને વારાફરતી ત્રણ