એવું તો શું હતું એ સ્ક્રીનલોક પર ???એના પર હતો પ્રેમ અને એની પત્ની ના લગ્નો નો ફોટો...માહી ની આંખો માં આંસુ આવી ગયા અને એ ફરીથી ભાન ભૂલી ગઈ.... પરંતુ ફરીથી ભૂતકાળના કાંટાળા વન માં પગ મૂકે એ પહેલાં જ કોઈ એ અવાજ આપ્યો...“મેડમ પ્લીઝ,જલ્દી કરશો...દર્દી નું નામ નામ બોલો....”માહી રડમશ અવાજ માં “હા”એટલું બોલી ને ફરીથી ઉતાવળ કરીને પર્સ મા નિશા નો આઈ કાર્ડ શોધે છે...અને એને જેવો કાર્ડ મળે છે કે તરત જ એક શ્વાશ લેવાનું પણ છોડી ને એ નામ વાંચે છે......“નિશા પ્રેમ જોશી”આટલું વાંચતા ની સાથે તો માહી નો આંસુ ઓ નો સેતુ તૂટી પડે છે