કાકી હેરાન કરવામાં ક્યારેય પાછા ના પડે એમ અમારી પાછળ પડી ગયા કે હવે બેબી પ્લાનીંગ કરો. ધાની ઉપર રુમમાં ટીવી જોતી હતી અને અમે નીચે બેઠા હતા. એટલામાં ધાનીની બૂમ સંભળાય. હું ફટાફટ ઉપર ગયો. આખા રુમમાં એક નજર ફેરવી પણ ધાની ના દેખાય. બાલ્કનીમાં ગયો ત્યાંથી બૂમ પાડી. જોયુ તો ધાની ડ્રોઅરની સાઈડમાં છુપાયેલી હતી. હું :- ધાની, શું થયુ? ધાની :- ત્યાં.... હું :- શું છે ત્યાં? ધાની :- (ડરતા ડરતા) Cocroache.... હું :- એના માટે આટલી મોટી બૂમ પાડવાની? અને તું હોરર મૂવી જોવે છે હેં? ધાની :- હા... બહુ મસ્ત છે. હું