ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 10

  • 4k
  • 1.6k

વિદ્યાર્થીઓનું વેકેશન તો યાદગાર બની જ ગયું હતું, આવો સરસ મજાનો ક્રિકેટ મેચ બધા લોકોને યાદ રહી ગયો હતો. આ મેચની અસર મેચ પછીના ત્રણ-ચાર દિવસ સુધી રહી. વેકેશન ખૂલવાને હવે ચારેક દિવસોની વાર હતી. આ તહેવાર પૂર્ણ થવાનો હતો. બધા વિદ્યાર્થીઓ નવા ધોરણ માટે ઉત્સાહિત હતા, મામાના ગામથી પણ હવે બધા પાછા ફરી રહ્યા હતા. નવા ધોરણ માટે જરૂરી વસ્તુઓની ખરીદી માટે સ્ટેશનરીઓમાં લાંબી કતારો જોવા મળી રહી હતી. બજારમાં પણ વધારે હલ-ચલ જોવા મળી રહી હતી. કોઈ નવા સ્કૂલ બેગ માટે જીદ કરી રહ્યું હતું તો કોઈ નવા લંચ બોક્સ કે પાણીની બોટલો માટે, કોઈ