બીજા દિવસે વહેલી સવારે સાડા પાંચે વિજય જામનગર જવા માટે તૈયાર થઇ ગયો હતો. તેણે તેનું બેગ લીધું અને બેડ પરથી ઈયરફોન લઇ તેમાં નાખ્યા. તેણે ફોન ચાર્જિંગમાંથી લઇ લીધો અને ખિસ્સામાં નાખી તેના મમ્મી જ્યાં સૂતા હતા ત્યાં ગયો. તે રોજની જેમ તેમને પગે લાગ્યો અને બોલ્યો, “મમ્મી હું કોલેજ જવ છું.” “શું કામ છે કોલેજે? ક્યાંય નથી જવાનું. સુઈ જા તારા રૂમમાં જઇને.” વિજયના મમ્મી ઊંઘમાંથી આંખો ખુલતા જ બોલી ઉઠ્યા. “પણ મમ્મી મારે જવું પડશે.” “શું પેલી રાહ જોઈ રહી છે? તેને મળવા માટે કોલેજનું બહાનું બનાવી રહ્યો છે. ભલે રાહ જોતી. તારે ક્યાંય નથી જવાનું.