જોરથી કોઈ યુવતી નો અવાજ આવ્યો, ગૂંજી ઉઠ્યો. અનુષ્કા.... આર્યા.... અને એ સફાળો ઉભો થઇ ગયો.... વસીમ અને અખિલેશ બંને સાદા ડ્રેસમાં આખો દિવસ એ રસ્તે અવરજવર કરતા રહેતા હતા. અખિલેશ બરાબર એ વખતે ત્યાંથી પસાર થયો, એણે અનિરુદ્ધના મોં ના ભાવ બદલાયેલા જોયા. એ કંઈ કહે તે પહેલાં જ અનિરુદ્ધે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. ફરી એ પોતાની જગ્યાએ બેસી ગયો. "બિચારો, કંઈક મોટો આઘાત મળ્યો લાગે છે! કેવી હાલત છે!" કહેતા બે યાત્રાળુઓ અખિલેશની આગળ થયા. એમની વાત સાંભળીને આટલા ટેન્શન વચ્ચે પણ અખિલેશને હસવું આવી ગયું. સર પણ કેવા આઈડિયા શોધી કાઢે છે.... વિચારતો એ