ઓગષ્ટ ની ખુશનુમા સવાર હતી. મેઘરાજા આખી રાત વરસ્યા બાદ હવે અત્યારે આરામ ફરમાવતા હોય એવું લાગી રહ્યું હતું. આકાશ આખું ચોખ્ખું હતું અને જાણે નીલા રંગની ચાદર ઓઢી સુતું હોય એવું લાગતું હતું.ચારે બાજુ હરિયાળી ફેલાયેલી હતી. બધા પક્ષીઓ જાણે આ આહલાદક વાતાવરણ ની મજા માણતા ખુશીથી ગીત ગાય રહ્યા હતા. આ સવારની તાજગી અનુભવતા બોયઝ હોસ્ટેલના છોકરાઓ હોસ્ટેલના ગાર્ડનમાં એક્સરસાઈઝ કરી રહ્યા હતા.બધા પોતાની રીતે સવારના મુુગ્ધમય વાતાાવરણને માણી રહ્યા હતા. પરંતુ આ ખુશનુમાં વાતાવરણ માણવા ને બદલે શ્યામ પોતાના બન્ને હાથ ટ્રેક પેન્ટના ખિસ્સામાં રાખીને મોં લટકાવીને