હું તારી યાદમાં 2 - (ભાગ - ૯)

(20)
  • 3.2k
  • 1
  • 1.3k

બપોરનો સમય થવા આવ્યો હતો. હું હજુ સુધી મારા કામમાં પડ્યો હતો. સોફ્ટવેર કોર્ડિંગનું થોડું ઘણું કામ પતી ગયું હતું. કમ્પ્યુટર વર્ક છે જ એવું જે ક્યારેક ક્યારેક કરવાવાળા લોકો માટે રસદાયક હોય છે અને દરરોજ આખો દિવસ એના પરજ રહેવાવાળા લોકો માટે ત્રાસદાયક હોય છે. એમા પણ સૌથી અઘરું કામ એટલે કોડિંગ કરવું. જેમાં તમને સૌથી વધુ ફરસ્ટ્રેશન આવે છે. મગજ કામ કરતું બંધ થઈ જાય છે અને ઘણીવાર એટલી હદ સુધી કંટાળો આવવા લાગે કે ત્યાંથી ઉભા થઈને ક્યાંક બહાર જતું રહેવાનું મન થાય છે. સોફ્ટવેર ફિલ્ડવાળા હમેશા ફ્રી ટાઈમ શોધતા હોય છે. આખો દિવસ ઓફિસમાં કામ કરવાની