આગળના ભાગમાં આપણે જોયું કે રુચિએ દિશાના જન્મદિવસે સવારથી જ એને ખુશ કરવાના પ્રયતનો આદરી દીધા હતા. સવારે જાતે બનાવેલી ચ્હા લઈને એને ઉઠાડવા પહોંચી ગઈ. પણ એક એક ક્ષણમાં રીતેષને યાદ કરવાનું દિશા ક્યારેય ભૂલતી નથી. રુચિએ પરાણે મોબાઈલ લેવડાવ્યો. દિશાની જૂની યાદોમાંથી એના લખવા-વાંચવાના શોખને આગળ વધારવા ઓનલાઈન એક એપ્લિકેશન શોધી આપી અને એમાં પોતાના જુના-નવા લખાણ તેમજ વિચારોને જાહેર કરવાની સલાહ આપી. દિશાની લાખ આનાકાની ઉપરાંત પણ ઓનલાઈન લખવા માટે સહમત કરી લીધી. સગા-સંબંધીઓમાં જાહેર થવાની બીકના લીધે એનું નામ બદલીને ''Breath'' રાખ્યું જેથી એની ઓળખાણ છતી ના થાય અને મુક્તપણે લખી શકે. રુચિએ એ એપ્લિકેશનમાં દિશાના