વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૨

  • 4.8k
  • 2k

એપ્રિલફુલની અનુભૂતિ અને ભૂખનું દુઃખ ~~~~~~~~ મને એમ હતું કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ જોતા જ મારી પત્ની આશ્ચર્યચક્તિ થઈ જશે એ પૂર્વધારણાએ મેં હિમ્મત કરી એને પૂછ્યું તને કેવું લાગે છે ? એ કહે આવા કંઈક એરપોર્ટ મેં ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જોઈ નાખ્યા છે જે તમેય ક્યારેય જોયા નહિ હોય ! વાત તો એની સાવ સાચી હતી ના તો હું સિરિયલ જોઉં કે ના ફિલ્મો ! છૂકછૂક ગાડીમાં ગોરખપુર કે બસમાં ગોરખપુર જવું નહોતું એનું એકમાત્ર અને અગત્યનું કારણ એ હતું કે હું મારા ઓફિસના કામસર વિમાનમાં ઘણી વખત ઉડી આવ્યો તો મારા પુત્રો પણ