બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૩

  • 3.3k
  • 3
  • 1.2k

અધ્યાય ૩ "બેટા" આટલા વર્ષે ઓળખશે કે નહી એની અવઢવ સાથે ધીમા અવાજે મેં સાદ કર્યો. "મિનલ બેટા." "ઓળખ્યો મને? હું જગદીશ, જગાકાકા." એણે મારી તરફ નજર કરી મને ઓળખવાનો પ્રયત્ન કર્યો. મને ઓળખ્યો હોય એવુ એની આંખો પરથી લાગ્યું, પરંતુ એ કંઈક બોલે એ પહેલા તો આગળનુ સ્ટેશન આવતુ હોવાથી લોકોએ ઉતરવા માટે ભીડ કરી દીધી. શર્માજી એ મેડમ સાહેબને યાદ અપાવ્યુ કે આગળના સ્ટેશન પર એમને પણ ઉતરવાનું છે. અમારા વચ્ચે કંઈ વાત થાય એ પહેલા ભીડના લીધે એણે ઉતરી જવુ પડયું. મારા જેવા બુઝુર્ગ માટે એટલું જલ્દી નીચે ઉતરવુ મુશ્કેલ હતુ, માટે હું ભીડ ઓછી થવાની રાહ