વેધ ભરમ - 3

(167)
  • 10.9k
  • 5
  • 7.3k

રિષભે વસાવાને કહ્યુ “તમે દર્શનના મોબાઇલની છેલ્લા એક મહિનાની કોલ ડીટેઇલ્સ કઢાવો. મને પાકો વિશ્વાસ છે કે તેણે આત્મહત્યા નથી કરી પણ તેનું ખૂન થયુ છે.” આ સાંભળી વસાવા ચોંકી ગયો અને બોલ્યો “સોરી સાહેબ પણ મને એ જાણવામાં રસ છે કે તમે આ તારણ પર કઈ રીતે પહોંચ્યાં?” આ સાંભળી રિષભે વસાવા સામે હસીને કહ્યું “પેલા તમે આ દર્શનના મોબાઇલની કોલ ડીટેઇલ્સ કઢાવતા આવો પછી હું તમને એ સમજાવીશ. અને એક વાત ખાસ ધ્યાન રાખજો કે આપણે શું કરીએ છીએ તે મિડીયાને ખબર ન પડવી જોઇએ. મિડીયાને હું જ સંભાળીશ.” “ઓકે સર.” એમ કહી વસાવા ત્યાથી નીકળી ગયાં. બે