“અચ્છા મેં તમને કોઈ બર્થડે ગીફ્ટ તો આપ્યું નહિ...” રચિત ઉર્વિલના જતા જ ઉર્વા બોલી “એવું કંઈ હોતા હશે?” મનસ્વી લાડમાં બોલી. “આને બર્થડે ગીફ્ટ કહી શકાય કે નહિ એ તો ખબર નહિ પણ કંઇક નક્કી કર્યું છે... એટલે તમે કંઇક પૂછવાનું છે... એટલે કંઇક કહેવાનું છે...” ઉર્વા સાવ ધીમે ધીમે પોતાની વાત કહી રહી. “અરે આટલું શું અચકાય છે? બોલને શું વાત છે?” મનસ્વી તેની સામે જોઈ પૂછી રહી. “હું પી.જી તરીકે ઓર તમારી ફેમીલીના નાનકડા હિસ્સા તરીકે તમારી સાથે રહી શકું?” ઉર્વા આટલું જ બોલી ને મનસ્વી હરખાઈ રહી. તે આટલું જ તો ઈચ્છતી હતી કે તેના સુનકાર