છબીલોક - ૯

  • 3.7k
  • 2
  • 1.4k

(પ્રકરણ – ૯) (વહી ગયેલાં દિવસો – લોકડાઉન ત્રણના દિવસોમાં અધીરાઈ એનું રૂપ લઇ ચુકી હતી. અધીર મન, અધીર તડપ, વતનની હોડ, અધીર ખ્વાઇશ, અધીર રાજકારણ, અધીર પર-પ્રાંતિયનું વતન ગમન, હજારો કિલોમીટર પગપાળા પ્રવાસ અને અકસ્માતો, વાહનોની સગવડ છતાં અફવાના ભોગે ગરીબ અભણ મજદુરોમાં ગભરાટ, અધીર જગતની સ્પર્ધા - સુપર પાવર બનવાની. જાણે માનવોની મૃત્યુ સંખ્યા ‘પાવરફૂલ’ બનાવતી હોય તેમ. ભારત નસીબવંતુ હતું. સારા સમાચારોમાં લોકડાઉન ચાર દસ્તક આપે એવી ગણતરી હતી. શોલેનો ડાયલોગ બદલાયો હતો “જો ડર ગયાં વો જી ગયાં...” અર્થતંત્રને લઇ આગ લાગી હતી ઘણાના મગજમાં. આશાઓ જાગી હતી, આત્મ-નિર્ભરતા માટે પ્રયાસો અને યોજનાઓ, બીના સહકાર નહી