યોગ-વિયોગ - 11

(298)
  • 33.5k
  • 17
  • 22.4k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૧૧ કનખલ પાસે આવેલા ઉત્તરપ્રદેશ ટુરીઝમના ગેસ્ટ હાઉસની પાછળની તરફ ફાંટો પાડીને ઊભો કરાયેલો ગંગાનો આર્ટિફિશિયલ પ્રવાહ ઉછાળા મારતો વહી રહ્યો હતો. મૂળ ગામ હરિદ્વારથી બે-ત્રણ કિ.મી.ના અંતરે આવેલું યુ.પી.ટી.ડી.સી.નું મકાન હરિદ્વારની ચહલ-પહલ અને કોલાહલથી થોડું દૂર હતું. મોટે ભાગે અહીંયા ફોરેનર્સ ઊતરતાં. હરિદ્વારની સામાન્ય ધર્મશાળાઓ કરતાં થોડું મોંઘું, પણ જો સાચા અર્થમાં ગંગા માણવી હોય તો આ સ્થળ એકદમ યોગ્ય હતું. તમામ રૂમોની બાલ્કની પાછળની તરફ પડતી હતી. કોઈ પણ એન્ગલમાં કોઈ પણ રૂમમાંથી બહાર નીકળીને ઊભા રહો તો સીધી ગંગા દેખાય. ધસમસતો- ફીણ ફીણ થઈ જતો ધોળા પાણીનો પ્રવાહ, પગથિયા બાંધીને બનાવેલો