પ્રતિબિંબ પ્રકરણ - ૨૫ પાયલનાં મનમાં બહું મોટી દ્વિધા ઉભી થઈ. એને પોતાનાં બાળકને જન્મ આપવો કે નહીં...નયને થોડાં દિવસો પહેલાં જ એનાં અમેરિકાનાં વિઝા કરાવી દીધાં હતાં. પાયલ ભલે એકલી છે એનું નજીકનું કોઈ આ દુનિયામાં જ નથી પણ એ હોશિયાર અને એજ્યુકેટેડ હોવાથી તેણે મનમાં એક નિર્ણય કર્યો. તેણે જલ્દીથી જલ્દી ત્યાંની ટિકિટ કરાવવાનું નક્કી કર્યું. અહીં કોઈને પણ એ પ્રેગ્નન્ટ છે ન જણાવ્યું અને પોતાનાં બાળકને આ દુનિયામાં લાવશે એવો જ નિર્ણય કર્યો. એણે બધાં જ કાગળોને ડોક્યુમેન્ટ લેવાં માટે બધી ફાઈલો તપાસવા લાગી ત્યાં જ એને એમાં એક નાનકડી ચીટ ફોલ્ડ કરીને મુકેલી મળી...એણે એ હાથમાં