અલ્યો ચડયો વેબસીરીઝના રવાડે

  • 3.3k
  • 1
  • 974

અલ્યો ચડયો વેબસીરીઝના રવાડે લોકડાઉન માં એક દિવસ સવારમાં અમારા ફ્રેન્ડસ ગ્રુપમાં મેસેજ આવ્યો, "તમારા ભાઇબંધની તબિયત સારી નથી, બધા જલ્દીથી તેને મળવા આવી જાવ." આ મેસેજ વાંચી અમે સૌ ગભરાયા અને બધાને કોરોનાના વિચાર આવ્યો. અમે બધાએ સામે મેસેજ કરી, ફોન કરી શું થયું જાણવા પ્રયત્ન કર્યો પણ હાથ કંઇ ના લાગ્યું. આખરે બધા સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે અમારા બિમાર મિત્રના ઘરે ભેગા થયાં.વોટસઅપ પર મેસેજ કર્યો હતો અમારા મિત્ર અલ્યાના પત્નીએ. અમારો મિત્ર અલય, બસ આટલું જ નામ કાફી છે. અમે પ્રેમથી તેને અલ્યો કહીએ. અલ્યાની તબિયત બગડી તેવા મેસેજ હતા પણ વાસ્તવમાં તેને જોઇને લાગતું ન હતું.બધાએ દુરથી કોરોના...