'વિવિધતામાં એકતા' જેવા ભારતની દિવાળીનું વૈવિધ્ય

  • 8.1k
  • 1
  • 1.9k

નોલેજ-સ્ટેશન * પરમ દેસાઈ -------------------------- લાગલગાટ નવ દિવસ સુધી શ્રી રામ અને લંકાપતિ રાવણ વચ્ચે ચાલેલું યુદ્ધ વિક્રમસંવતની આસો સુદ દસમે પૂરું થાય છે. શ્રી રામના હાથે રાવણ હણાય છે અને સાથે જ બૂરાઈની પણ હાર થાય છે. ૧૪ વર્ષ સુધીના વનવાસનોય એમ અંત આવે છે ને શ્રી રામ સીતામાતાને લઈને લક્ષ્મણ તથા વાનરસેના સાથે ‘પુષ્પક’ વિમાનમાં અયોધ્યા પરત ફરવા નીકળી પડે છે. અયોધ્યામાં આસો વદ અમાસ/કારતક અમાસના દિવસે સૌનું આગમન થાય છે ત્યારે અયોધ્યા દુલ્હનની જેમ સજેલું છે અને ગામવાસીઓ હર્ષોલ્લાસ સાથે શ્રી રામ વગેરેનું સ્વાગત કરવા તૈયાર