"રાગિણી.... "જાણે કોઈ કાનની એકદમ નજીક મોં રાખી બોલતું હોય એવો અવાજ સંભળાયો અને અંદરથી એક ધક્કો આવ્યો હોય એમ ઝાટકા સાથે તેની આંખ ખુલી ગઈ., અને પછી ખુલ્લી જ રહી. અજાણી જગ્યાનો પડઘો નેત્રપટલ પર ઝીલાયો, પણ તે ક્યાં છે એ સમજી ન શકી. તેણે ગરદન ફેરવવાની કોશિશ કરી પણ માથું એકદમ ભારે લાગ્યું. તેણે ખાલી નજર ફેરવી જોઈ, પણ આસપાસ કોઇની હાજરી વર્તાતી નહોતી. નાક પાસે પતલી ઓક્સિજન પાઇપ પસાર થતી હતી, તે અનુભવી અને એક ઊંડો શ્વાસ લીધો. શ્વાસ લેવાનો પણ થાક લાગતો હોય એમ એણે ફરી આંખો મીંચવાની કોશિશ કરી, પણ જાણે કોઇએ તેના પોપચા પકડી