મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 4

  • 3.7k
  • 1.7k

એકબાજુ રિધિમાં આ વિચારી રહી હતી ને નીતિન પોતાના કેબિનમાં કોમ્પ્યુટરમાં કામ કરતો હતો. થોડી વાર થઈ હશે ત્યાં નીતિન રિધિમાંના ડેસ્ક પાસે ગયો અને પૂછવા લાગ્યો કે "કોઈ તકલીફ છે કે કેમ કામ સમજવામાં?" રિધિમાંએ ના પાડી. અને એ પણ નીતિનની સામે જોયા વગર. નીતિનને ખરાબ લાગ્યું અને કઈ બોલ્યા કે પૂછ્યા વગર પોતાની કેબિનમાં પાછો આવી ગયો. રિધિમાં પોતાના કામમાં ખોવાયેલી હતી. તેને આ વાતનો ખ્યાલ ન આવ્યો કે એણે કોની સાથે આવી રીતે વાત કરી. પણ આ બાજુ નીતિન થોડી થોડી વારે કેબિનના બ્લીન્ડ પ્રકારના પડદામાંથી રિધિમાં પર નજર કરી લેતો. એવું કહી શકાય કે નીતિને જાતે