પ્રેમથી પ્રેમ સુધી - પ્રકરણ-૪

  • 3.3k
  • 1
  • 1.1k

પ્રકરણ-૪ હવે તો ઘરસંસાર ફરી માંડ્યો હતો એટલે ઘરના કામકાજ સરિતા જ કરતી હતી. આવતું ટિફિન બંધ કરાવી દીધું હતું હવે સરિતા જ રસોઈ બનાવતી હતીને જયેશને હેતથી જમાડતી હતી. ફરી કૂંપળ કહો તો કૂંપળ, નહીં તો ફરી વસંત જરૂર આવી હતી. સપના જેવી વાત સાચી પડી ગઈ હતી. આજ હજી સરિતા ઘરના કામ કરતી હતી. જયેશભાઈ બહાર બાગ દેખાય તેમ હિંડોળા પર બેઠા હતા. ઘણા દિવસથી છાપું હાથમાં લીધું નહોતું. આજ વખત મળ્યો હતો (કાઢ્યો હતો). છાપું બેવડું વાળેલું હતું ખોલ્યું મોટા અક્ષરે હેડલાઈન લખેલી હતી. અભય મહેતાનું ખૂન.. છાપું જૂનું હતું કેમકે થોડા દિવસથી છાપું આવતું નહોતું. જયેશભાઈને હરેરાટ