"અનુષ્કા, ક્યાં ખોવાઈ ગઈ?" "કંઈ નહીં, પેલા બહેન ક્યાં ગયા?" "એ તો ગયા! ક્યારના! તું કઈ ઊંડા વિચારમાં પડી ગઈ લાગે છે! કંઈ ચિંતા હોય, તો મને કહી શકે છે." "કંઈ નહીં બસ! અમસ્તા જ વિચાર કરતી હતી" "આજકાલ તો તારા બગીચાઓના સફરજન ની બહુ ચર્ચા છે ને કાંઈ! તને ખબર છે, આ બહેન આવ્યા એ પહેલા કોઈ ફિલ્મનો હીરો આવ્યો હતો. અરે રે!! હું એમને નામ પુછતાં તો ભૂલી જ ગઈ!" "બરાબર! તું કાયમ આવું જ કરે છે! જે કામ કરવાનું હોય એ તો તને યાદ આવતું જ નથી!"કહીને એ હસી.