અંતિમ વળાંક - 19

(33)
  • 4.7k
  • 3
  • 1.9k

અંતિમ વળાંક પ્રકરણ ૧૯ “ઇશાન, મેં હમણાં જે અનાથઆશ્રમની સ્મૃતિ શુક્લની વાત કરી.. આ એનો જ ફોટો છે. મારી આંખ ક્યારેય ભૂલ કરે જ નહી”. પરમાનંદે પોતાની વાત મક્કમતાથી દોહરાવી. ઇશાન ફિક્કું હસ્યો.. ”પરમાનંદ, આ મારી પત્ની ઉર્વશી છે જેની યાદોના સહારે જ આજે હું જીવી રહ્યો છું. આ સ્ત્રીએ મને ચૌદ વર્ષમાં ચૌદ યુગ જેટલો પ્રેમ આપ્યો છે... બની શકે કે તમે જે સ્મૃતિની વાત કરી રહ્યા છો તેનો ચહેરો થોડો ઘણો મારી ઉર્વશીને મળતો આવતો હોય”. “ઇશાન,થોડો ઘણો નહિ પણ આબેહૂબ મળતો આવે છે”. થોડી વાર વિચાર્યા બાદ પરમાનંદે કહ્યું “ઇશાન, તારી પાસે તારી પત્નીની કોઈ વિડીયો કલીપ