અંગત ડાયરી - પાગલ

  • 4.9k
  • 2
  • 1.6k

અંગત ડાયરી ============શીર્ષક : પાગલ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૦૭, જુન ૨૦૨૦, રવિવાર પાગલની વ્યાખ્યા શી? જેના વાણી, વર્તન અને વિચાર મૂર્ખતાપૂર્ણ હોય એવા વ્યક્તિને પાગલ કહેવાય. મૂર્ખતાપૂર્ણ એટલે કે અવ્યવહારુ, સમાજને માન્ય ન હોય એવા. આપણે કદાચ વાણી અને વર્તનની પરીક્ષામાં તો પાસ થઇ જઈએ પરંતુ વિચારોનો જે ટ્રાફિક આપણા મગજમાં દોડી રહ્યો છે એ જોતા લાગે કે આપણી આસપાસની (આપણા સહિત) એક પણ વ્યક્તિ નહીં હોય જે પાગલ ન હોય. (હુંય જોને પાગલની વાત કરી રહ્યો છું અને તમેય જોને પાગલ વિષે વાંચી રહ્યા છો.) માત્રા વધુ ઓછી હોઈ શકે બાકી પાગલપણું આપણા સૌમાં દોડી