મંદબુધ્ધિ કોણ...? ભાગ-૧ ડિસક્લેમર આ વાર્તામાં ઉલ્લેખિત બધા પાત્રો, શહેરો, વ્યવસાય વગેરે કાલ્પનિક છે. વાસ્તવિક વ્યક્તિઓ સાથે કોઈ પણ સામ્યતા, જીવંત કે સંયોગ ધરાવતું નથી. વાર્તા ચોક્કસ શહેરો, વ્યક્તિઓ, સંગઠનો, જૂથો, વ્યવસાયો અથવા વ્યવસાયો પર ટિપ્પણી કરતી નથી. આ ફક્ત કાલ્પનિક વાર્તા છે. "મંદબુધ્ધિ કહો કે બુધ્ધિશાળી, વ્યક્તિની ઓળખ તો તેની પરિસ્થિતિ, સ્વભાવ અને સંજોગો ઉપરથી જ ખબર પડે." આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે વ્યક્તિને કોઇએ કરેલી ભુલની સજા આખી જીંદગી ભોગવવી પડી. અને એ ભોગ બનનારને આપણે માનથી બોલાવવાને બદલે ગાંડું, ગાંડપણ, બેવકુફ વિગેરે જેવા અપમાનીત શબ્દોથી બોલાવી રહ્યા છીએ. શું એ યોગ્ય છે? શું આપણે